About Us
Chaudhari 27 Samaj of North America
A Glimpse into Chaudhari Samaj Origins
We have included a brief history of the ‘CHAUDHARI SAMAJ’ as there is no exact historical information available. We tried to get the information based on ancient books of ‘BHAAT-CHAARANS’, old tales & stories and some reference books. Some brief information is also available in the reference book for major casts written by Shri Devendra Patel.
Ma Arbuda’s Divine Shield Against Parshuram’s Wrath
We all know that PARSHURAM was a BRAHMIN and a HRISHI. PITAMAH BHISHMA and KARNA learned DHANURVIDHYA from PARSHURAM which is mentioned in MAHABHARATA. Parshuram wiped off the presence of all the KHSHTRIYAS from this universe 21 times. He then looked back and found KHSHTRIYA KING SAHASHTRARJUN and his 100 sons alive. He killed king Sahashtrarjun and his 92 sons but the rest 8 managed to escape the battle field to save their lives and hid themselves behind MA ARBUDA’S TEMPLE of AABU. Parshuram followed them with his ‘FARSHI’ to kill them. The 8 sons of sahashtrarjun prayed to MA ARBUDA to save their lives, who inturn gave her divine presence and requested PARSHURAM to leave those 8 sons as they were ‘AJAANYA’ -unfamilier and unknown to the place. She said: “I will not let them be killed by anybody.”
No Weapons, Only Dharma
The Birth of Aanjana: Ma Arbuda’s Blessing
From Ma Arbuda’s Blessing to Akhil Aanjana Samaj
These AANJANA settled down in different states of India, they did farming & poultry business, spread themselves in states like Uttar pradesh, Madhya pradesh, Bihar, Bengal, Rajasthan, Gorakhpur, & Gujarat.
Today, AANJANA’s are living in different 9 states and they have established AKHIL AANJANA CHAUDHARI SAMAJ, which has a head office at Mt. Aabu and a development office in Delvaada near Dera.
ચૌધરી સમાજના ઇતિહાસનો કોઈ શિલાલેખ નથી. ભાટ-ચારણોના ચોપડા તથા પેઢીઓથી ચાલી આવતી વાતો તથા તેનું અનુમોદન આપતા અન્ય પુસ્તકોની માહિતીના આધારે ચૌધરી સમાજનો ઇતિહાસ લખેલ છે. શ્રી દેવેન્દ્ર પટેલ લખેલ મહાજ્ઞાતિના સંદર્ભગ્રંથ પણ આ ઈતિહાસની સાબિતી આપે છે.
પરશુરામ જાતે બ્રાહ્મણ હતા તથા ૠષિ હતા. મહાભારતમાં પણ પરશુરામે પિતામહ ભીષ્મ અને કર્ણને ધનુર્વિધા શીખવી તેનો ઉલ્લેખ છે. પરશુરામે આ પૃથ્વીને એકવીસ વાર નિક્ષત્રિય (ક્ષત્રિય વગરની) બનાવી હતી. છેલ્લે એમણે પૃથ્વી પર નજર નાખી તો સહસ્ત્રાર્જુન નામનો ક્ષત્રિય રાજા અને તેના ૧૦૦ પુત્રો જીવીત હતા. પરશુરામ ત્યાં પહોંચી ગયા અને તેના ૧૦૦ પુત્રો માંથી ૯૨ પુત્રોને પરશુરામે મારી નાખ્યા. બાકીના આઠ પુત્રો રણભૂમિ છોડીને ભાગી ગયા અને આબુ પર આવેલ “મા અર્બુદા” ના મંદિરના પાછળના ભાગમાં સંતાઈ ગયા. પરશુરામ ફરશી લઈ ત્યાં આવ્યા અને તેમને મારવા તૈયાર થયા. પેલા આઠે જણ ગભરાઈ ગયા અને મા અર્બુદાને પ્રાર્થના કરી કે મા અમને બચાવ.
“માં અર્બુદા” પ્રગટ થયા અને પરશુરામને વિનંતી કરી કે “હે, ઋષિરાજ એ અજાણ્યા છે અને તેઓ મારે શરણે આવ્યા છે. એટલે હું તેમને મારવા નહીં દઉં.” પરશુરામ બોલ્યા કે આઠમાંથી ભવિષ્યમાં એંસી હજાર થશે અને મારી સામે યુધ્ધ કરશે તો?
“માં અર્બુદા” એ જવાબ આપ્યો ‘ હું તમને ખાત્રી આપું છું કે આ આઠ જણ હવે હાથમાં હથિયાર નહીં પકડે ધરતી માતાના રસ-કસ ચુસશે અને ધરતીપુત્રો બનીને રહેશે.
પરશુરામનો કોધ શમી ગયો. તેઓ પાછા ગયા પેલા આઠ જણ બહાર નીકળી માને હાથ જોડીને ઉભા રહ્યા અને કહ્યું કે “માં, આજથી તુ અમારી સાચી માં છે. હવે અમારે શું કરવું તેનો રસ્તો બતાવ.
માં, એ કહ્યું તમે અજાણ્યા છો.
ભારતની ધરતી પર વસવાટ કરો, ધરતી માતાના રસ-કસ ચુસો, ખેતી કરો. ભવિષ્યમાં તમારી લાંબી વેલ વધશે અને તમારા ઘરમાં ઘી-દુધ અને બાજરો ખૂટશે નહિ. લોકો તમને આંજણા તરીકે ઓળખશે.
“આગળ વધજે આંજણા ને તારી લાંબી વધશે વેલ,
ઘી, દુધ અને બાજરાની તારે થાશે રેલમ છેલ.”
એ આંજણા ભારતના અલગ-અલગ રાજ્યોમાં વસવાટ કર્યો. ખેતી અને પશુપાલનનો ધંધો કર્યો અને ભારતના રાજયોમાં તેમનો વિસ્તાર થયો. જેવા કે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, બંગાળ, રાજસ્થાન અને ગુજરાત-ગોરખપુર.
આજે તો ભારતના લગભગ નવ રાજ્યોમાં આંજણાઓ વસે છે અને બધાએ ભેગા મળી અખિલ આંજણા મહાસભાની સ્થાપના કરી જેની મુખ્ય ઓફિસ રાજસ્થાનમાં આબુ પર રાખી છે. તેમજ દેલવાડાના દહેરાની નજીક કેળવણીની મોટી સંસ્થા ઉભી કરી છે.